Placeholder canvas

મોરબી સરકારી મેડિકલ કોલેજ માટે તાત્કાલિક નવો ઠરાવ જાહેર કરવા ‘આપ’નું સરકારને અલ્ટીમેટમ

મોરબી : મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ અંગે ગુજરાત સરકાર તાત્કાલિક નવો ઠરાવ જાહેર કરે તેવી માંગ સાથે આજરોજ જિલ્લા ‘આપ’ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા 2020માં મોરબી શહેરને 100 સીટની સરકારી મેડિકલ કોલેજની મંજૂરી મળી છે. પરંતુ યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓને લાભ આપવા સરકારી મેડીકલ કોલેજમાંથી ખાનગી મેડિકલ કોલેજની ફાળવણી કરવા જાહેરાત થયેલ. જેનો આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે ભાજપના જિલ્લા પ્રમુખએ એવું નિવેદન આપ્યું છે કે મેડિકલ કોલેજ જૂની શરતો મુજબ જ એટલે કે સરકારી મેડિકલ કોલેજ ફરી સ્થપાશે. આ નિવેદન પરથી ભાજપે વચગાળાનો રસ્તો કાઢ્યો હોય તેમ ‘આપ’ના કાર્યકરો જણાવી રહ્યા છે.

આગામી એક અઠવાડિયામાં નવો ઠરાવ જાહેર કરવામાં નહીં આવે તો શહેરીજનોને સાથે રાખીને ‘આપ’ પ્રચંડ વિરોધ પ્રદર્શન કરશે. તેમ આવેદનના અંતમાં જણાવાયું છે. આ આવેદનપત્ર આપતી વેળાએ ‘આપ’ના તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનિયા, રમેશભાઈ સદાતીયા તથા લલીતભાઈ ખરા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો