મોરબી LCBએ લૂંટ તથા મોબાઇલ ચોરીના ગુનાઓને અંજામ આપતી ટોળકીને પકડી પાડી

મોરબી એલ.સી.બી. ટીમે નાયબ રેન્જ ડીઆઈજી સંદિપસિંહ , પોલીસ અધિક્ષક એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ . સંજયભાઇ પટેલ , રજનીકાંતભાઇ કેલા તથા પો.કો. અશોકસિંહ ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ પાસે ક્રિપટોન સીરામીક સામે રોડ ઉપર ગઇ તા .૧૭ / ૦૮ / ૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે એક હિન્દીભાષી મજુરને રોકી છરી બતાવી મોબાઇલ ફોન તથા રોકડ રકમની લૂંટ કરેલ તેમજ ટંકારા પો.સ્ટે . વિસ્તારમાં તા .૨૩ / ૦૮ / ૨૦૨૦ ના રાત્રીના મિતાણા ડેમ નજીક આવેલ રોડ કામના કેમ્પના રૂમ માથી મોબાઇલ ફોનની ચોરી કરેલ છે જે ગુનાઓના મોબાઇલ ફોન સાથે ચાર ઇસમો બે મોટર સાયકલ ઉપર લઇ મોરબી તરફથી જેતપર રોડ તરફ મજૂરોને વેચવા માટે નીકળવાના છે આ ચોક્કસ બાતમી મળતા મોરબી એલ.સી.બી. ટીમે નવી પીપળી ગામ સામે પાવર હાઉસ પાસે વોચમાં હતા.

એ દરમિયાન સુલતાન સાઓ સલમાન ઉર્ફે સરમણભાઇ સુમરા / સંધીરહે.મોરબી -૨ , વીસીપરા , ગુલાબનગર , તા.જી.મોરબી . 2. સોહીલ ઉર્ફે ભુરો સાઓ રસુલભાઇ હસનભાઇ સુમરાસંધી રહે.મોરબી -૨ , વીસીપરા , ગુલાબનગર , તા.જી.મોરબી 3. સતીષ ઉર્ફે વલીયો સાઓ રમેશભાઇ રામજીભાઇ ડેડવાણીયા / કોળીરહે.મોરબી -૨ , વીસીપરા , તા.જી.મોરબી 4. સુરેશ ઉર્ફે સુરીયો સાઓ અવચરભાઇ ગાંડુભાઇ જંજવાડીયા કોળીરહે.મોરબી -૨ , વીસીપરા , શેરી નં.ર સહિતના ચાર ઇસમો બે મોટરસાયકલ સાથે નિકળતા જેઓને રોકી તેઓની પુછપરછ કરી તેઓની પાસે રહેલ થેલો ચેક કરતા તેમાથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ ૧૧૬ મળી આવતા જેઓની મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેઓએ અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તાર માથી મજુરોની ઓરડીઓ , મકાનો તથા રાત્રીના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં એકલા આવતા જતા મજુરોને રોકી છરી બતાવી ધાક ધમકી આપી લુંટાચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી.

બાદમાં લૂંટેલા મોબાઇલ ફોન તેઓ જીઆઇ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા મજુરોને વેચવા જતા હોવાનું જણાવતા હોય આ બાબતે મોરબી અને ટંકારા માં અનેક ચોરીઓને અંજામ આપ્યા નું કબુલ્યું હતું જેમાં એલસીબી ટિમ પોલીસની સઘન તપાસમાં ચારેય ઇસમો પાસેથી ઉપરોક્ત બન્ને ગુનાઓના મુદામાલના તેમજ અન્ય મળી કુલ મોબાઇલ ફોન નંગ -૧૧૬ કી.રૂ .૫,૬૫,૫૦૦ / – તથા ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ નંગ -૨ કી.રૂ .૪૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ .૬,૦૫,૫૦૦ / -નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને પકડી પાડી લૂંટ તથા ચોરીના અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •