ટંકારામાળીયા મિયાણામોરબીવાંકાનેરહળવદ

મોરબી જિલ્લા ભાજપના સંગઠનનું માળખુ જાહેર: નવા ચહેરાઓને સ્થાન…

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સર્વસંમતિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જિલ્લાના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે નવા હોદ્દેદારોની જાહેરાત કરી છે. આ નિમણૂકોમાં યુવા અને અનુભવી ચહેરાઓનું સુંદર મિશ્રણ કરવામાં આવ્યું છે, જે આવનારી જવાબદારીઓ માટે સંગઠનને નવી ઊંચાઈ પર લઈ જશે.

જો કે આ નવા માળખામાં લઘુમતી મોરચા સિવાય જિલ્લા ભાજપમાં એક પણ લઘુમતીના આગેવાનને સ્થાન મળ્યું નથી. ત્યારે સવાલ એ થાય છે કે શું મોરબી જિલ્લાના ભાજપમાં રહેલા લઘુમતી આગેવાનોમાં તેટલી યોગ્યતા નથી? કે પછી ભાજપ લઘુમતીઓને લઘુમતી મોરચા સિવાય સંગઠનમાં સ્થાન આપવા નથી ઇચ્છતું..?

સંગઠનમાં નવા રચાયેલા પદાધિકારીઓ:
નવા સંગઠનાત્મક માળખામાં વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેવા અગ્રણીઓમાં:
ઉપપ્રમુખ: અરવિંદભાઈ વાંસદડીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, નિર્મળાબેન હડિયલ, અશોકભાઈ પ્રજાપતિ, ચેતનગીરી ગોસ્વામી, કાજલબેન ચંડીભમર, રસિકભાઈ વોરા અને મહેશભાઈ લીખિયા.
મહામંત્રી: નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા.
મંત્રી: જીતેન્દ્રભાઈ પટેલ, પીનાબેન પરીખ, દેવીકાબેન ભંખોડીયા, પ્રહલાદભાઈ દલવાડી, ગૌરીબેન કુકવા, કાનજીભાઈ ભુંભરીયા, રંજનબેન હુંબલ અને હર્ષિદાબેન અગ્રાવત.
આ ઉપરાંત, નેમિષભાઈ પંડિત (કોષાધ્યક્ષ) અને ભરતભાઈ કંઝારીયા (કાર્યાલય મંત્રી) ની જવાબદારીઓ યથાવત રાખી તેમના અનુભવનો લાભ લેવામાં આવ્યો છે.

ટેકનોલોજી અને મીડિયા પર વિશેષ ભાર:
આધુનિક સમયની જરૂરિયાત મુજબ, સંગઠનના પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે સોશિયલ મીડિયા વિભાગમાં વિજયભાઈ ગજીયા, આઈ.ટી. વિભાગમાં પ્રતિકભાઈ પારેધી અને મીડિયા વિભાગમાં ભાવેશભાઈ કાનાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

વિવિધ મોરચાઓમાં નવી ઉર્જા:
જિલ્લા ભાજપના વિવિધ મોરચાઓને વધુ સક્રિય બનાવવા માટે નીચે મુજબના પ્રમુખ અને મહામંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે:
યુવા મોરચો: જતીનભાઈ ફુલતરીયા (પ્રમુખ), સુખદેવભાઈ ડાભી અને જયદીપભાઈ રબારી (મહામંત્રી).

મહિલા મોરચો: જયશ્રીબેન સીણોજીયા (પ્રમુખ), પ્રજ્ઞાબા ઝાલા અને મમતાબેન ઠાકર (મહામંત્રી).

કિસાન મોરચો: ગણપતસિંહ ઝાલા (પ્રમુખ), વાસુદેવભાઈ સીણોજીયા અને રતિલાલ પારેજિયા (મહામંત્રી).

બક્ષીપંચ (ઓબીસી) મોરચો: કરમશીભાઈ પરમાર (પ્રમુખ), ગજેન્દ્રસિંહ રાઠોડ અને સંજયભાઈ પંચાસરા (મહામંત્રી).

અનુસૂચિત જાતિ મોરચો: વિઠ્ઠલભાઈ ચાવડા (પ્રમુખ), ગોરધનભાઈ સોલંકી અને નરેન્દ્રભાઈ સોલંકી (મહામંત્રી).

લઘુમતી મોરચો: અબ્દુલમજીદ કડીવાર (પ્રમુખ), મોહસીનભાઈ વડાવરીયા અને મહંમદઅલી દઘોરીયા (મહામંત્રી).
આ નવી નિયુક્તિઓથી સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અબ્દુલમજીદ કડીવાર (પ્રમુખ : લઘુમતી મોરચો)

આ સમાચારને શેર કરો