મોરબીમાં રવિવારે મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિમાં મૌન રેલી નીકળશે.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના દિવસે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટી પડતા તારાજી સર્જાઈ હતી જેમાં અસંખ્ય નિર્દોષ નાગરીકો અને પશુઓના મોત થયા હતા ત્યારે દર વર્ષે મૃતકોની સ્મૃતિમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત મચ્છુ જળ હોનારતની તારીખે રવિવારે મૌન રેલી યોજાશે.
તા. ૧૧ ઓગસ્ટને રવિવારના રોજ મચ્છુ જળ હોનારતની તિથી નિમિતે બપોરે ૩ : ૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળશે અને મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણી મંદિર ખાતે ૩ : ૩૦ કલાકે પૂર્ણ થશે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનીટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.



