Placeholder canvas

મોરબીમાં આજે ભાજપ અને બસપા સહિત 14 ફોર્મ ઉપડ્યા 

મોરબી : 65- મોરબી – માળીયા બેઠક માટે હજુ ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો જાહેર નથી થયા આમ છતાં ભાજપના નામે આજે એક ફોર્મ ઉપડયું છે, કુલ બસપા સહિત 14 ઉમેદવારીપત્રો ઉપડયા છે.

મોરબી – માળીયા વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરના જણાવ્યા મુજબ આજરોજ કુલ 14 ફોર્મ ઉપડયા હતા જેમાં ભાજપના અશ્વિન ભવાનભાઈ વિડજા, બસપામાંથી મુસાભાઈ અબ્રાહમભાઈ ચાનાણી, અપક્ષ ઉમેદવાર પરબત ભવાન હુંબલ, અરવિંદ લાલજીભાઈ કાવર, સુમરા ગુલામ હુસેન હાસમભાઈ, બટુકભાઈ મેરુભાઈ કોળી, શેરસિયા પરેશભાઈ વિઠ્ઠલભાઈ, રાઠોડ મનસુખભાઇ જીવણભાઈ, અમિતકુમાર પ્રભુભાઈ મેરજા, લાલજીભાઈ કરશભાઈ કોઠીયા, સુમરા હાજીભાઈ મહમદભાઈ, પીલુડિયા તૌફિકભાઈ અકબરભાઈ, જાદવ ધનજીભાઈ દેવજીભાઈ અને જીજ્ઞેશભાઈ ગુણવંતરાય દોશીએ ઉમેદવારી પત્રો ઉપાડયા છે.

આ સમાચારને શેર કરો