મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 17 ઉપર ભાજપનો વિજય, કોંગ્રેસે 7 બેઠકો મેળવી
જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છતાં ST અનામતને કારણે પ્રમુખ કોંગ્રેસના ઉમેદવાર બનશે.
મોરબી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસને સમગ્ર જીલ્લામાંથી 7 બેઠક મળી છે, તેમાંથી 5 બેઠક તો વાંકાનેર એક તાલુકામાંથી મળી છે.
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય દેખાવ કરતા કુલ 24 માંથી 17 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે. ચૂંટણીના પરિણામોમાં મતદારોનો મિજાજ સ્પષ્ટપણે ભાજપ તરફી જોવા મળ્યો છે અને મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જંગી સરસાઈથી જીત મેળવી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી છે.
પરિણામોનું વિશ્લેષણ કરતા જણાય છે કે તિથવા બેઠક પર કોંગ્રેસના મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર 9999 મતો સાથે સૌથી વધુ મતો મેળવનારા વિજેતા ઉમેદવાર બન્યા છે. બીજી તરફ બગથળા, લુણસર, મહિકા અને પંચાસીયા જેવી બેઠકો પર કોંગ્રેસે જીત મેળવીને પોતાની હાજરી નોંધાવી છે. ભાજપે આમરણ, ચરાડવા, જેતપર અને ખાનપર જેવી મહત્વની બેઠકો પર વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ ચૂંટણીમાં મહિલા અનામત બેઠકો પર પણ ભાજપનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે.
જો કે મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ પ્રથમ 2.5 વર્ષ માટે ST અનામત રાખવામાં આવ્યું છે. આખા જિલ્લામાં નેકનામ સીટ એકમાત્ર એવી સીટ હતી જ્યાં ST અનામત હતી અને ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ST ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ નેકનામ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન રમેશભાઈ દુબરીયાનો વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવારની હાર થઈ છે. રોસ્ટર મુજબ આ સીટ પરથી જીતનાર ઉમેદવાર જ 2.5 વર્ષ માટે પ્રમુખ બની શકે તેમ હોવાથી, ગીતાબેન દુબરીયા હવે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે.
દરેક બેઠક વાઈઝ વિજેતા ઉમેદવારની યાદી:
● 1-આમરણ: રિંકલ વિરલભાઈ અઘેરા (ભારતીય જનતા પાર્ટી) – 6549 મત
● 2-બગથળા: સતીષકુમાર ભાણજીભાઈ મેરજા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 9319 મત
● 3-ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
● 4-ચરાડવા: માવજીભાઈ કચરાભાઈ માકાસણા (ભારતીય જનતા પાર્ટી) – 7614 મત
● 5-ઢુવા: સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભારતીય જનતા પાર્ટી) – 6826 મત
● 6-ઘનશ્યામપુર: ભગવતીબેન ગિરીશભાઈ લકુમ (ભારતીય જનતા પાર્ટી) – 7561 મત
● 7-ઘુંટુ: રંજનબેન ગૌતમભાઈ હડિયલ (ભારતીય જનતા પાર્ટી) – 7436 મત
● 8-જાંબુડીયા: જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ (ભારતીય જનતા પાર્ટી) – 6677 મત
● 9-જેતપર: અશ્વિન ચંદુભાઈ ડાંગર (ભારતીય જનતા પાર્ટી) – 8136 મત
● 10-ખાખરેચી: સંદિપ ગોરધનભાઇ કુંવરીયા (ભારતીય જનતા પાર્ટી) – 4627 મત
● 11-ખાનપર: વિપુલભાઈ કરશનભાઈ ગરચર (ભારતીય જનતા પાર્ટી) – 5778 મત
● 12-કોઠી: સવિતાબેન લાલજીભાઈ રાઠોડ (ભારતીય જનતા પાર્ટી) – 5015 મત
● 13-લજાઇ: રમણીકભાઇ અરજણભાઇ મકવાણા (ભારતીય જનતા પાર્ટી) – 6030 મત
● 14-લુણસર: પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 5780 મત
● 15-મહિકા: યશવંતબા કિર્તીરાજસિંહ વાળા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 7373 મત
● 16-માથક: કાજલબેન ભરતભાઈ વિઠલાપરા (ભારતીય જનતા પાર્ટી) – 6055 મત
● 17-મોટા દહિસરા: મનિષકુમાર અનીલભાઇ કાંજીયા (ભારતીય જનતા પાર્ટી) – 6050 મત
● 18-નેકનામ: ગીતાબેન રમેશભાઈ દુબરીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 6693 મત
● 19-ઓટાળા: જાગૃતીબેન દિનેશભાઇ વાધરિયા (ભારતીય જનતા પાર્ટી) – 6719 મત
● 20-પંચાસીયા: કુલસુમબેન અકબરભાઇ બાદી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 8413 મત
● 21-સાપકડા: દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા (ભારતીય જનતા પાર્ટી) – 5884 મત
● 22-સરવડ: દક્ષાબેન ચંદુભાઇ લાવડીયા (ભારતીય જનતા પાર્ટી) – 6644 મત
● 23-ટીકર(રણ): ધર્મેન્દ્રકુમાર જસમતભાઈ એરવાડિયા (ભારતીય જનતા પાર્ટી) – 6988 મત
● 24-તિથવા: મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 9999 મત

