Placeholder canvas

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 11 સપ્ટેમ્બરે યોજાશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ અને કલા મહાકુંભનું આયોજન ૧૧ સપ્ટેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય- વિરપર, તા.ટંકારા ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ અને કલા મહાકુંભમાં નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે.

કલા મહાકુંભ અને યુવા ઉત્સવ ઉપરોક્ત સ્થળ તથા તારીખે તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ નંબર અને સીધું જિલ્લા કક્ષાએ ફોર્મ ભરેલ હોય તેવા સ્પર્ધકોએ હાજર રહેવુ. યુવા ઉત્સવમાં ઓનલાઈન સ્પર્ધાઓ મુજબ જેમણે પોતાની કૃતિ સીડી,ડીવીડી, પેનડ્રાઈવ દ્વારા આપેલ છે, તે સ્પર્ધકોએ હાજર રહેવાનું નથી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો