મોરબી જિલ્લાના 10 ડેમમાં પાણીની આવક, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો, દરવાજા ખોલાયા…
મોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા તા. 23 જુલાઈના રોજ મોરબી જિલ્લાના 10 મુખ્ય જળાશયોની પાણીની સ્થિતિનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાની કુલ જળસંચય ક્ષમતા 10912 MCFT સામે હાલમાં 2998 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે અનુસાર જિલ્લાના તમામ ડેમોમાં થઈને કુલ 27.47% પાણીનો સંગ્રહ થયો છે.
જ્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. જળાશય વિસ્તારમાં 125 mm વરસાદ અને ઉપરવાસની આવકના કારણે પાણીનો પ્રવાહ ચાલુ છે. હાલમાં જળાશયમાં કુલ 421 Cusec પાણીની આવક થઈ રહી છે, જેથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પગલે તંત્ર ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી હેઠવાસમાં આવતા 9 ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. આ એલર્ટ કરાયેલા ગામોમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિંયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢનો સમાવેશ થાય છે. સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા ગામોના ગ્રામજનોને પોતાના ઢોર-ઢાંખર કે માલ-મિલકત નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
મોરબી જિલ્લામાં આવેલા ડેમની માહિતી:
મચ્છુ-1 (Machhu-1)
● કુલ ઊંડાઈ: 42.00 ફૂટ
● આજની સપાટી: 20.30 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 2435 MCFT
● હાલનો જથ્થો: 489 MCFT
● ભરાયેલ ટકાવારી: 20.06%
● દરવાજાની વિગત: એક પણ દરવાજો નથી
મચ્છુ-2 (Machhu-2)
● કુલ ઊંડાઈ: 33.00 ફૂટ
● આજની સપાટી: 21.10 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 3104 MCFT
● હાલનો જથ્થો: 1222 MCFT
● ભરાયેલ ટકાવારી: 39.36%
● દરવાજાની વિગત: 20 દરવાજા (41’x27′ રેડીયલ)
મચ્છુ-3 (Machhu-3)
● કુલ ઊંડાઈ: 20.80 ફૂટ
● આજની સપાટી: 11.40 ફૂટ (24 કલાકમાં 0.92 ફૂટનો વધારો)
● કુલ સંગ્રહ ક્ષમતા: 282 MCFT
● હાલનો જથ્થો: 146 MCFT
● ભરાયેલ ટકાવારી: 51.81%
● દરવાજાની વિગત: 20 દરવાજા (41’x27′)
ડેમી-1 (Demi-1)
● કુલ ઊંડાઈ: 23.00 ફૂટ
● આજની સપાટી: 1.50 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 783 MCFT
● હાલનો જથ્થો: 13 MCFT
● ભરાયેલ ટકાવારી: 1.71%
● દરવાજાની વિગત: 35 દરવાજા (5.91’x3.28′)
ડેમી-2 (Demi-2)
● કુલ ઊંડાઈ: 19.70 ફૂટ
● આજની સપાટી: 4.80 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 753 MCFT
● હાલનો જથ્થો: 112 MCFT
● ભરાયેલ ટકાવારી: 14.81%
● દરવાજાની વિગત: 17 દરવાજા (30’x20′ રેડીયલ)
ડેમી-3 (Demi-3)
● કુલ ઊંડાઈ: 13.00 ફૂટ
● આજની સપાટી: 0.00 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 339 MCFT
● હાલનો જથ્થો: 2 MCFT
● ભરાયેલ ટકાવારી: 0.68%
● દરવાજાની વિગત: 18 દરવાજા (30’x20′)
ઘોડાધ્રોઈ (Ghodadhroi)
● કુલ ઊંડાઈ: 17.00 ફૂટ
● આજની સપાટી: 6.80 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 243 MCFT
● હાલનો જથ્થો: 107 MCFT
● ભરાયેલ ટકાવારી: 43.99%
● દરવાજાની વિગત: 3 દરવાજા (30’x20′ રેડીયલ)
બંગાવડી (Bangavadi)
● કુલ ઊંડાઈ: 18.80 ફૂટ
● આજની સપાટી: 4.00 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 213 MCFT
● હાલનો જથ્થો: 13 MCFT
● ભરાયેલ ટકાવારી: 6.23%
બ્રાહ્મણી (Brahmani)
● કુલ ઊંડાઈ: 27.00 ફૂટ
● આજની સપાટી: 12.00 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 2060 MCFT
● હાલનો જથ્થો: 500 MCFT
● ભરાયેલ ટકાવારી: 24.28%
બ્રાહ્મણી-2 (Brahmani-2)
● કુલ ઊંડાઈ: 17.60 ફૂટ
● આજની સપાટી: 12.50 ફૂટ
● કુલ સંગ્રહ ક્ષમતા: 699 MCFT
● હાલનો જથ્થો: 394 MCFT
● ભરાયેલ ટકાવારી: 56.34%
● દરવાજાની વિગત: 18 દરવાજા (41’x27′)


