Placeholder canvas

મોરબી જિલ્લા બસપા દ્વારા નવા માળખાની જાહેરાત

આજે મોરબી જીલ્લા માં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠન ની સમીક્ષા તથા સંગઠન ને વધુ મજબૂત કરવા માટે ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા અને મોહનભાઈ રખૈયા દ્વારા સર્કિટ હાઉસ માં એક મિટિંગ નું આયોજન કરાયું હતું.

આ મિયઇંગમાં બસપા મોરબીના પદાધિકારીઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતે મોરબી જીલ્લા પ્રભારી તરીકે ભરતભાઈ સાગઠીયા, જીલ્લા અધ્યક્ષ તરીકે દિલીપભાઈ, જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે મુસાભાઈ ની વરણી કરાઈ

આવનાર દિવસો માં પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી પ્રજા ના પ્રશ્નો ને વાચા આપશે.. આ ઉપરાંત દરેક જ્ઞાતિ, ધર્મ ના લોકો ને યોગ્ય પ્રતિનિધિત્વ અપાશે , ઇચ્છુક યુવાનો આગળ આવી પ્રતિનિધિમંડળ ને મળવું..

આ સમાચારને શેર કરો