જાહેર કાર્યક્રમમાં માઈક પરથી કરાયેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મોરબી: મોરબી જિલ્લામાં સ્થાનિક રાજકારણને લઈને એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન માઈક પરથી ભાજપ સામે બળવો વ્યક્ત કરતા “ ભાજપના દલાલ ને સરપંચ નહીં બનવા દેવા” અંગેનું નિવેદન કરતા એક સરપંચ જોવા મળે છે.
વીડિયોમાં સ્ટેજ પર ઉપસ્થિત લોકોની હાજરીમાં વક્તા દ્વારા ભાજપને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમણે આગામી સ્થાનિક રાજકારણને લઈને પોતાનો વિરોધ સ્પષ્ટ કરતા સરપંચ પદ અંગે પણ આક્રમક નિવેદન કર્યું હોવાનું વીડિયોમાં સંભળાય છે.
મોરબી જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ રાજકીય સમીકરણોમાં બદલાવ અને પક્ષની અંદરના અસંતોષના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે હવે વીજપોલ બાબતે ખેડૂતની સરકાર સામેની લડાઈ હોવાથી ભાજપ સામે બળવાના સૂર સાથેનો આ વીડિયો સામે આવતા રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.
જોકે, વીડિયોમાં કરવામાં આવેલા આક્ષેપો અને નિવેદન અંગે સંબંધિત પક્ષ અથવા ભાજપના સ્થાનિક સંગઠન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ તે અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને પગલે મોરબીના સ્થાનિક રાજકારણમાં “ ભાજપના દલાલ ને સરપંચ નહીં બનવા દેવા”ના નિવેદનની ભારે ચર્ચા ચાલી રહી છે.
જુવો વિડીયો….
ઇન્સ્ટાગ્રામ :
https://www.instagram.com/reel/Dc44U0Io8JG/?igsi=dmVteHdzODdhZGE5
ફેસબુક:
