Placeholder canvas

મોરબી જિલ્લા ‘આપ’ના પ્રમુખ પદે ગીરીશ પેથાપરાની પસંદગી.

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે સીરામીક અગ્રણી ગીરીશભાઇ પેથાપરાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને મોરબી જિલ્લા આપ પાર્ટીના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને ગુજરાત પ્રભારી સંદીપભાઈ પાઠકની આગેવાની હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ગીરીશભાઇ પેથાપરા ને જવાબદારી સોંપવામાં આવી છે. ગીરીશભાઇ પેથાપરા મોરબી સિરામીક એસોસિયેશનના પુર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ગીરીશભાઇ પેથાપરા પોતાના જીવનમાં શરૂઆતથી જ સમાજ સેવા અને પ્રજાલક્ષી કામોને વાચા આપવાનું કામ કરે છે. આવા સમાજ સેવી અને ઈમાનદાર નેતાને આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ બનાવા બદલ તમામ કાર્યકરો અને હોદેદારોએ હર્ષની લાગણી અનુભવી છે.

આ સમાચારને શેર કરો