Placeholder canvas

મોરબી: દરબારગઢમાં વધુ બે કેસ, આજના કુલ 4 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સોમવારે બપોરે બે કેસ બાદ સાંજે 5 વાગ્યે બીજા બે કેસ સામે આવ્યા છે. જેમાં દરબારગઢ વિસ્તારમાં એક યુવાન અને એક બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે આજના 4 અને અત્યાર સુધીના કુલ 58 કેસ થયા છે.

દરબારગઢ વિસ્તાર કોરોનાનો હોટપોસ્ટ બનતો જાઇ છે. આજે આ વિસ્તારમાં બે કેસ આવ્યા બાદ સાંજે 5 વાગ્યે વધુ બે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે અગાવ પોઝિટિવ આવેલા વ્યક્તિના પરિવારના સભ્યો છે. જેમાં અત્યારે પોઝિટિવ આવેલ કેસની મળતી માહિતી મુજબ પારેખ શેરીમાં રહેતા 14 વર્ષના પાટડીયા વ્રજ મિહિરભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે અગાવ પોઝિટિવ આવેલા પાટડીયા શૈલેષભાઈના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે બીજો કેસ જાની શેરીમાં રહેતા 31 વર્ષના આડેસરા તેજેન્દ્રભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની પત્નીનો ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આજે સોમવારે કુલ ચાર કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસની સંખ્યા 58 થઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો