મોરબી કોંગ્રેસમાં ભંગાણ: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા

વિધાનસભા ચુંટણી હોય કે પછી લોકસભા ચુંટણી અથવા તો પેટા ચુંટણી જ કેમ ના હોય ચુંટણીના સમયે પક્ષપલટો સામાન્ય બની ગયો છે અને મોરબી પેટા ચુંટણી યોજાઈ રહી છે જે ચુંટણી માટે આજે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરે તે પૂર્વે આજે જીલ્લા પંચાયત પ્રમુખે કેસરિયા કર્યા હતા જેથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.

મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ બીજેપીમાં વિધિવત પ્રવેશ કરતા આવનારા દિવસોમાં મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ શકે છે.

આજે ગુરુવારે સવારે મોરબીમાં બીજેપીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌરભ પટેલ, આઈ કે જાડેજા, મોહનભાઇ કુંડારીયા, કાંતિલાલ અમૃતિયા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ ભગવો ખેસ ધારણ કરતા મોરબી જિલ્લા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આવનારા દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ પડી શકે છે એવું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો અને મોરબી પાલિકા પ્રમુખ, તેમજ અમુક કોંગી કાઉન્સિલરો પણ ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની મોબાઈલ એપ ડાઈનલોડ કરો…
ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો