મોરબી

મોરબી: ચાચાપરના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી, સારવાર દરમિયાન મૃત્યુ

અગમ્ય કારણોસર પગલું ભરતા પરિવારમાં શોક; પોલીસે તપાસ શરૂ કરી
મોરબી: મોરબી તાલુકાના ચાચાપર ગામે એક યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાચાપર ગામે રહેતા વિમલભાઈ હીરાભાઈ સોમકીયા (ઉં.વ. ૪૪) નામના યુવાને ગામના પાણીના ટાંકા પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેમની તબિયત લથડતાં તાત્કાલિક તેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મૃત્યુ ની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે. વિમલભાઈએ કયા કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું, તે જાણવા માટે પોલીસે પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો