Placeholder canvas

મોરબીના વેપારી સાથે રૂ.11.65 લાખની ટાઇલ્સની છેતરપીંડી કેસમા પોલિસે 100 ટકા માલ રિકવર કર્યો

વાંકાનેર : વર્ષ 2019માં મહેન્દ્રભાઈ હિરજીભાઈ મૂંદડીયા નામના વેપારીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજથી એક વર્ષ પહેલાં રામ સિંગ રામલાલ જાટના કલકત્તા લખનઉ રોડ લાઇન્સના બે ટ્રક નંબર આર જે 6 જી.ડી 0772 અને આર જે 6જીએ 2078માં હિલસ્ટોન સીરામીક તેમજ ક્રિપ્ટોન સીરામિકમાંથી રૂ.11,65,712ની કિંમતની ટાઇલ્સ ભરી ઉત્તરપ્રદેશના ગિરીજા ટાઇલસ અને સેનેટરી વેર ગાજીપૂર મોકલાવી હતી.

જોકે આરોપીની માલિકીના બન્ને ટ્રક જણાવેલ સ્થળે માલ લઈને ન પહોચતા તેઓએ તપાસ કરાવતા તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેઓએ પૂછપરછ કરતા આરોપી દ્વારા ધાક ધમકી આપી હતી જે અંગેની ફરિયાદ આધારે એસપી એસ.આર.ઓડેદરાએ આપેલી સૂચન મુજબ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જે દરમિયાન ફરિયાદમાં જણાવેલ ટ્રક મોરબીમાં આવી હોવાની પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ આર.પી.જાડેજા અને સ્ટાફના હેડકોન્સ મનીષ બારૈયા, મેહુલ.ઠાકર અને અશ્વિન લોખીલ સહિતનાએ બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આર.જે 6 જી.ડી.0772 ટ્રક અને તેનો ચાલક નૂતન પ્રકાશ ગુર્જર મળી આવતા તેને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમીયાન નુતન પ્રકાશે આરોપી રામસિંગના કહેવાથી ટાઇલ્સ ભરેલ એક ટ્રક અજમેર જિલ્લાના કિશનગઢ ગામ પાસેની દુકાનમાં જયારે બીજો ટ્રક રાજચિડિયા નામની હોટેલની બાજુના એક શોપિંગમાં ખાલી કરી હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપી પાસેથી તમામ મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો