ગુજરાત

કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન, 75 વર્ષે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુના ધર્મપત્નીનું નિધન થયુ છે. મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું આજે સવારે નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

જાણીતા કથાકાર મોરારિ બાપુને લઇને માઠા સમાચાર સામે આવ્યા છે, મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થઇ ગયુ છે. આજે સવારે મહુવાના તલગાજરડાના નિવાસસ્થાને તેમનું નિધન થયું છે. તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરાશે, મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. એમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો