ગુજરાત

Weather : ગુજરાતથી માત્ર 400 કિમી દૂર ચોમાસું, ટૂંક સમયમાં થશે આગમન

Weather : હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહારાષ્ટ્ર સુધી તો ચોમાસુ પહોંચી ગયું છે અને તે ગુજરાતની નજીક પણ છે, તો આગામી સમયમાં 40 થી 50 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે બફારાથી લોકો બેહાલ થયા છે.

નૈઋત્યનું ચોમાસું કેરલમમાં ભલે 3 દિવસ મોડું આવ્યું પણ તેનાં આગમન પછી રોકેટ ગતિએ દેશનાં અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં તે ગોવા સહિત 7 રાજયોમાં પહોંચી ગયું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. કેરલમનાં કાંઠાનાં વિસ્તારોમાં ટકરાયા પછી તે 24 કલાકમાં 4 રાજ્યોમાં પહોંચી ગયું હતું અને 48 કલાકમાં 7 રાજ્યોને આવરી લીધા હતા. પમીએ ગોવા અને કર્ણાટકનાં કેટલાક હિસ્સા તેમજ તામિલનાડુ તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ આગળ વધી ગયું છે.

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગની માહિતી અનુસાર વાત કરીએ તો આજે 7 જૂને અમેરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાયના રાજ્યના બીજા જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહી શકે છે.

આવતીકાલે આ જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગની માહિતી અનુસાર વાત કરીએ તો આવતીકાલે 8 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાયના રાજ્યના બીજા જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેવાની આશંકા છે.

આ સમાચારને શેર કરો