ચોમાસાની શરૂઆત મોડી પણ ધમાકેદાર હશે: કશ આધારે પરેશ ગોસ્વામીની આગાહી…

હાલ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી. જોકે, શિયાળાની શરૂઆત સમયે બંધાતા કશના આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કશના આધારે આગામી ચોમાસાની સિઝન અંગે આગાહી કરી છે. કશના આધારે તેમણે જણાવ્યું છે કે, આગામી ચોમાસાની સિઝન કેવી રહેશે અને ચોમાસાની શરૂઆત ક્યારે અને કેવી થશે?

કશ આધારે 2025ના વર્ષના ચોમાસાની આગાહી કરતાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આકાશમાં લિસોટા થઈ જાય અને સંધ્યા સમયે આકાશ એકદમ લાલ થઈ જાય તેને કશ બંધાયો કહેવાય. આ વર્ષે કશની શરૂઆત મોડી થઈ છે. સામાન્ય રીતે દિવાળી વખતે જ કશ થવાનું ચાલુ થઇ જતું હોય છે. આ વર્ષે ખૂબ મોડું કશ થવાનું શરૂ થયું છે.

આ વર્ષે અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કશ થવાનું શરૂ થયું છે. બે-ત્રણ દિવસથી કશ થવાનું ચાલુ થયું છે. તે એવું સૂચવી રહ્યું છે કે ચોમાસું થોડુંક મોડું થશે. એટલે કે જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ જ જશે. પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું સારું રહે અને શરૂઆત ધમાકેદાર રહે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો