મોમીન ઉત્કર્ષ ટ્રસ્ટ દ્રારા સરકારી નોકરી તેમજ વિશિષ્ટ પદવી મેળવનારનું સન્માન કરાશે.
વાંકાનેર: દરેક સમાજના વિકાસમાં શિક્ષણનું યોગદાન ખુબજ મહત્વનું છે. મૂળ વાંકાનેરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મોમીન સમાજના લોકોએ ખેતીમાં સખત મહેનત કરી શિક્ષણ , ધંધા/ વ્યવસાયમાં ખુબ રસ/ રુચિ દાખવી રાષ્ટ્રના વિકાસમાં અવિરત ફાળો આપવાનું કામ કરેલ છે. મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોમીન સમાજના પોતાની સખત મહેનતથી કાયમી ધોરણે સરકારી/ગ્રાન્ટેડમાં નોકરી મેળવનાર તથા વિશિષ્ટ પદવી મેળવનાર ભાઈઓ/ બહેનોનું સન્માન કરવાની પહેલ કરવાનું નક્કી કરેલ છે. આ માટે નીચે જણાવેલ પાત્રતા ધરાવતા મોમીન સમાજ ના ભાઈઓ- બહેનો અરજી મોકલી આપશો.
1 ) તા. 1/1/2024 થી 30/9/2025 સુધીમાં કાયમી સરકારી કે ગ્રાન્ટેડ નોકરી મેળવી હોય.
2 ) તા. 1/1/2024 થી 30/9/2025 સુધીમાં MBBS/ MD, PHD, CA, નોટરીની પદવી મેળવી હોય.
3 ) તા. 1/1/2025 થી 30/9/2025 સુધીમાં BDS, BAMS, BHMS, BVSC, BPT, BE ( એન્જીનીયર)ની પદવી મેળવી હોય. ( તા. 30/9/25 પહેલા છેલ્લા એક વર્ષના પદવી ધારકો )
અરજી : ઉપરોક્ત મોમીન ભાઈઓ/ બહેનો તા. 30/9/2025 સુધીમાં પોતાના જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપશો.
સન્માન કાર્યક્રમ સ્થળ / સમય : રાતી દેવરી બાયપાસ, પેટ્રોલ પંપ સામે, રાતી દેવરી.
તા. 20/10/2025, સોમવાર, સવારે 8:30 કલાકે
~ આયોજક
મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – વાંકાનેર
ઓફિસ : અંજની પ્લાઝા, આયશા હોસ્પિટલ નીચે ચંદ્રપુર.
મો. 79845 57597 ( સવારે 10 થી 4)

