સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના કાર્યકારી પ્રમુખ, યુવા સામાજિક કાર્યકર અને પત્રકાર મોહસીનખાન પઠાણનો આજે જન્મદિવસ.

“મુઠ્ઠી ઉચેરો માનવી” અને “Mr. રખડુ” તરીકે જાણીતા મોહસીનખાન પઠાણનો જન્મ તા. 25 ઓગસ્ટ, 1988ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો. નાનપણથી જ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા મોહસીનખાન આજે સમાજસેવા, પત્રકારત્વ અને શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

ચોટીલાની ત્રણ દાયકા જૂની રામ-રહીમ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. સાથે જ મુસ્લિમ સિપાઈ સમાજમાં સમાજ સુધારા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે.

નવજીવન ન્યૂઝ, અમદાવાદ ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કરનાર મોહસીનખાન પઠાણ હાલમાં પત્રકાર તરીકે ચોટીલા તાલુકા બ્યુરોની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત તેઓ “ચોટીલા ટુડે” નામની ન્યૂઝ ચેનલનું પણ સંચાલન કરી રહ્યા છે.

સામાજિક સેવા અને પત્રકારત્વના ક્ષેત્રે સતત કાર્યરત રહેનાર આ યુવા પત્રકાર મિત્રને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐

ઈશ્વર તેમને સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુ જીવન આપે તથા સમાજસેવા અને પત્રકારત્વના ક્ષેત્રે વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ. 🌹

📱 જન્મદિવસની શુભેચ્છાઓ માટે: 92284 32560

— કપ્તાન ન્યૂઝ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎂💐

આ સમાચાર શેર કરો

Follow Us on