Placeholder canvas

મહંમદી લોકશાળા ચંદ્ર્પુર ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર હરીફાઇ યોજાઇ.

આજ રોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી દ્રારા ચંદ્ર્પુર મહંમદી લોકશાળા ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં 65 જેટલા બાળકોએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો વીશે ચિત્ર મારફત ચીત્રો કરી દર્શાવતા વિવિઘ ચિત્ર તૈયાર કરેલ. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવેલ.

કાર્યક્રમના અંતે તમાકુ સેલ મોરબીના એસ.ડબલ્યુ. તેહાનભાઇ શેરસીયાના માર્ગદર્શન હેઠળ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણ , જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા,TMPHS માથકીયાભાઈ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠીના મેડીકલ ઓફિસર ડો.સાહિસ્તા કડીવાર તથા સુપરવાઇઝર રાયધનભાઇ અને ચંદ્ર્પુર -1 સબ સેન્ટરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સી.એચ.ઓ. અને MPHW અને FHW તેમજ RBSK ટીંમના ડો.ડિમ્પલબા અને FHW સોનલબેન હાજર રહેલ. આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી માથકીયા સાહેબએ કરેલ.

આ સમાચારને શેર કરો