Placeholder canvas

મોહનભાઈ કુંડારીયા રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિદી ખત્મ કરવા માંગે છે. -જીતુ સોમાણી

વાંકાનેર: આજે વાંકાનેર શહેરના પૂર્વ નગરપતિ અને જીતુ સોમાણીએ મોરબી જિલ્લા ભાજપમાં પેપર બોમ્બ ફોડ્યો છે. તેઓએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ગત તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને જીતુભાઈ સોમાણીના ઉમેદવારીપત્ર બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેનો જવાબ આપતા મોરબી જિલ્લાના ભાજપના આ બંને આગેવાનોની કામ કરવાની નીતિ-રીતીમાં રાગદ્વેષ અને કિન્નાખોરી સ્પષ્ટ દેખાય આવે છે એવું જણાવીને જીતુ સોમણીએ વધુમાં કહ્યું છે કે અને પોતાની રાજકીય કારકિર્દી સાંસદ મોહનભાઇ કુંડારીયા ખતમ કરવા માંગે છે, તેઓ ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

વાંચો આ સનસનીખેજ પત્ર શબ્દસહ

શ્રી દુર્લભજીભાઈ દેથરીયા (પ્રમુખશ્રી’ ભારતીય જનતા પાર્ટી -મોરબી)

“વંદે માતરમ’ સહ આપને જણાવવાનું કે તા. 22/02/2021 ના રોજ આપે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસને નોટીસ આપી છે. શહેર ભાજપ પ્રમુખ એ સંગઠનને મજબૂત અને લોક સેવાકીય પ્રવૃતિ કરનાર વ્યકિત છે, એ કોઈ પગારદાર, નોકરી કરનાર કમૅચારી નથી. આમ, નિયમાનુસાર તેની પાસે ખુલાસો મંગી શકાય પરતું તેને નોટીસ આપવી એ ભારતીય જનતા પાર્ટીના બધારણથી વિરુધ્ધ છે. નોટીસ મારા સંબધિત હોય તો આ બાબતે હું આપને નીચેની બાબતો જણાવવા માંગું છું.

1) ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા 60+ અને સતત ત્રણ ટમેં ચૂંટણી જીતેલા વ્યકિતને 2021 ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા. જેનું પાલન વાંકાનેર શહેર સંગઠને ખૂબ જ નિષ્ઠાપૂવૅક કર્યું. છે. પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ફોમૅ ભરવું અને કોને ફોમૅ ન ભરવું તેવી કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર કરેલ નથી. સાથે-સાથે જીલ્લા ભાજપ દ્વારા પણ આવી કોઈ સૂચના લેખિત કે મૈખિક શહેર સંગઠનને આપેલ નથી. વળી, વાંકાનેર રાતીદેવરી જીલ્લા પંચાયતના ઉમેદવાર શેરશીયા ઝહીરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા શેરશીયા યુસુફભાઈએ ભરેલ હતું. જે 60+ ની ઉપર ઉંમર ધરાવે છે.

૨) નોટીસમાં આપ જણાવી રહયા છો કે વોડૅ નંબર 1ના ઉમેદવારનું ફોમૅ ખામીવાળુ ભર્યું હતું. આ બાબત આપની પાયાવિહોણ છે. ઉમેદવારના ફોમૅ જીલ્લા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠન અને લીગલ સેલ દ્વારા ભરવામાં આવતું હોય છે. આમ ફોમૅ ખામી વાળુ છે તે ભરતી વખતે ખબર હોય તો આપે તે સુધારી લેવું જોઈએ નહિ કે ખોટા આક્ષેપો કરીને તમારી જવાબદારી માંથી છટકી જાવ.

૩) પ્રદેશ ભાજપની સ્પષ્ટ સૂચના હતી કે 60+ ની ઉમરના વ્યકિતને ઉમેદવાર તરીકે ઉભા ન રાખવા છતા પણ તમે માળીયા નગરપાલિકાની ચૂંટણીમાં આ નિયમ વિરુધ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે. જે નીચે પ્રમાણે છે..

()જેડા ફાતેમાબેન ઉષ્માનભાઈ (વોડૅ નંબર 2 ઉ.વ. 75 વર્ષે) (૨) કટીયા નેકમામદ વલીમામદ (વોર્ડ નંબર 5 ઉમર 62 વર્ષે) () જામ અમીનાબેન મામદભાઈ (વોડૅ નંબર 4 ઉ.વ.62) () જેડા હસીનાબેન જાનદમામદ (વોર્ડ નંબર 1ઉ.વ. 62 વર્ષે)

આમ આપના દ્વારા આ ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. આ સમગ્ર બાબત હું પ્રદેશ ભાજપની પાલૉમેન્ટ્રી પણ કરીશ

૪) જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાંથી આવેલ ચુટણી ફંડ વાંકાનેર શહેર સંગઠન સિવાય જીલ્લાના તમામ સંગઠનને આપવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર સંગઠન સાથે આવું વર્તેન શા માટે? સાથે – સાથે જણાવવાનું કે જીલ્લા સંગઠન દ્વારા પ્રદેશના નેતાઓની સભા, પ્રચાર વગેરે કાર્યો કયૉ કરવામાં આવતા હોય છે આપે વાંકાનેર શહેર સાથે એક પણ વખત સંકલન આ ચૂંટણીમાં કરેલ નથી તો વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારી નથી?

૫) સમગ મોરબી જીલ્લામાં માળીયા નગરપાલિકાને બાદ કરતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ભવ્ય વિજય આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકપ્રિયતા તેમજ આપણા સવદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની કાયૅદક્ષતા અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના નેતૃત્વને લીધે આવેલ છે. આ ભવ્ય વિજય કોઈ એક વ્યકિતના કારણે આવેલ નથી જે મોરબી જીલ્લામાં હાલ શેખી મારી રહયા છે.

૬) 2020 માં મોરબી ધારાસભાની પેટા ચૂંટણીમાં કાંતીલાલ અમૃતિયાએ ભાજપ વિરુદ્ધમાં કામ કરેલ છે.જેની જાણ જીલ્લા ભાજપ સંગઠન, પ્રદેશ ભાજપ સહિત તમામને ખબર છે છતા પણ આજ દીન સુધી તેને કોઈ પણ પ્રકારની નોટીસ કે મીડીયામાં તેના વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી તેનું કારણ શું?

૭) હું લોહાણા સમાજમાંથી આવું છું. અમારા સમાજની વસતી ખૂબ જ ઓછી છે. મારો સમાજ અને રાજકીય પ્રતિનીધીત્વ આપ્યું છે. જયારે તમે અને મોહનભાઈ કુંડારીયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિદી ખતમ કરવાના પ્રયત્નો કરી રહયા છો. મારા કારણે તમે લોહાણા સમાજ ને ખત્મ કરવાના પ્રયત્નો કરી રહયા છો. તે તમારી આ કામગીરીથી સ્પષ્ટ થાય છે.

૮) મોરબી જીલ્લામાં મોહનભાઈ કુંડારીયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા એન-કેન પ્રકારે ભાજપના કાયૅકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવા કાર્યો કરી રહયા છે. ભૂતપૂર્વે જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને જડેશ્વર પણ નહિ પોહચ, તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપેલ. આ ઉપરાંત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહયામાં રહો નહિતર ડોફે લગાડી દઈશ તેવું કહેલ. આમ, મોહનભાઈનો સ્વભાવ ડંખીલો છે તે મને પણ કયારે મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેનો ભય લાગે છે. આ સિવાય ધણા બધા મુદદાઓ છે જે આવનાર દિવસોમાં સમય આવીયે કહીશ. -જીતુ સોમાણી (વાંકાનેર)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો