સમગ્ર ગુજરાત બોર્ડના Top 10માં સ્થાન મેળવતા બે-બે વિધાર્થીઓ સાથે ધો.12 કોમર્સમાં એક નહી -બે નહી પણ A-1 ગ્રેડ મેળવતા 30-30 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવી પરિણામમાં NO:-1 ધી મોડર્ન સ્કુલ
આજરોજ જાહેર થયેલ સાયન્સના પરિણામમા ધી મોડર્ન સ્કૂલના વિધાર્થી કડીવાર નિશાંત આઈ એ વાંકાનેરના ઇતિહાસમા અત્યાર સુધીના સૌથી વધુ ગુણ 99.33%, PR 99.99 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી રેકર્ડ સ્થાપીત કરેલ છે. તેમણે ગણિતમા- 100, ફિઝીકસમા-99, કેમીસ્ટ્રીમા -99 ગુણ મેળવેલ છે.
સાયન્સ ઉપરાંત આજરોજ જાહેર થયેલ કોમર્સના પરિણામમા પણ ધી મોડર્ન સ્કૂલનોજ દબદબો રહેલ છે. ધી મોડર્ન સ્કૂલમા અભ્યાસ કરતા ગુલશન સોસાયટીના વિધાર્થીની ચૌધરી નુરૂન્નીશા આઈ એ 96.43%, PR 99.98 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય સ્થાન મેળવેલ છે. તેમણે આંકડાશાસ્ત્રમા 100, નામાના મુળતત્વમા 100, અર્થશાસ્ત્રમા 100, સંગીતમાં 100 મેળવી ચાર વિષયમાં 100 માથી 100 ગુણ મેળવેલ છે.
આ ઉપરાંત રાજાવડલા ગામના વિધાર્થીની ચારોલીયા મહેક ઉસ્માનગની એ 95.71%, PR 99.97 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં તૃતિય સ્થાન મેળવી. તેમણે આંકડાશાસ્ત્રમા ૧૦૦ અને નામાના મુળતત્વમા ૧૦૦ મેળવેલ છે
દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવેલ છે.