રાજ્ય સરકાર દ્વારા ‘મોબાઈલ ટુ સ્પોર્ટ્સ’ અભિયાન હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન
મોરબી : રાજ્ય સરકાર દ્વારા ગત તા. 10ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતર પહેલ કરાઈ છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.
યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ 2020-’21 દરમિયાન “MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો કવિઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો-વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારુરૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં 18 થી 25 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા. 10 ઓક્ટોબરથી તા. 7 નવેમ્બર બપોરે 12 કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ મોકલવાની રહેશે. તેમજ રાજય કક્ષાની ચિત્રસ્પર્ધા માટે તા. 21 નવેમ્બર છે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ Mobaile2sport તેમજ યુ-ટ્યુબ ચેનલ પરથી મળી શકશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…