વાંકાનેર

વાંકાનેર: ચોરાયેલ મોબાઇલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી એલસીબી…

વાંકાનેર શહેર પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઇલ ફોન ચોરીના બનાવમાં મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા એક આરોપીને ચોરાયેલ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી અનડીટેક્ટ ગુનાને ડિટેકટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ગત તા. 10/05/2024 ના રોજ નોંધાયેલ મોબાઇલ ચોરીનો ગુનો છેલ્લા એક મહિનાથી વણ શોધાયેલ હોય, જેથી આ ગુનો શોધી કાઢવા માટે મોરબી એલસીબી ટીમ કાર્યરત હોય દરમિયાન એલ.સી.બી.ટીમને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે આરોપી હાર્દીક ગોવિંદભાઇ અસૈયા (ઉ.વ. ૩૩, રહે. આરોગ્યનગર, શેરી નંબર-૫, વાંકાનેર)ને ગાયત્રીચોક, આરોગ્યનગર ખાતેથી ચોરીના મુદામાલ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.

આરોપીની પુછપરછ કરતા તેણે આ મોબાઇલ ફોન ચોરી કરી મેળવેલ હોવાની હકીકત જણાવતા શકમંદ મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી ઇસમને સી. આર.પી.સી. કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપ્યો હતો.

આ સમાચારને શેર કરો