વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી કુવાડવા રોડ રિસર્ફેસિંગ અને મીતાણા રોડ પર બ્રિજ બનશે.

વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ એક પછી એક ઘણી સફળ રજૂઆત કરી છે. જેમાંથી કેટલાક કામ શરૂ થઈ ગયા છે અને કેટલાક કામો મંજુર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેની ટેન્ડર પ્રક્રિયા કરીને કામ શરૂ થશે. ખાસ કરીને ધારાસભ્યએ રોડ રસ્તા પર વિશેષ ધ્યાન આપ્યું છે અને રોડ રસ્તા પર લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા બાબતે સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવી રહ્યા છે.
ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાનમાં રાખી,વાંકાનેર થી કુવાડવા ને જોડતા સ્ટેટ હાઇવે (રીસરર્ફેસીંગ) બનાવવા માટે આશરે 12.40 કિલોમીટર અંદાજે 15.50 કરોડનાં ખર્ચે તેમજ વાંકાનેર થી અમરસર, મિતાણા, આવતાં નવા મેજર /માઈનોર બ્રિજ બનાવવા માટે આશરે 650 લાખનાં ખર્ચે મંજુર કરવામાં આવેલ છે. ધારાસભ્યએ તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.
