વાંકાનેર તાલુકાનાં ભાટીયા સોસાયટીની ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુલાકાત લીધી.
વાંકાનેર: ગત રાત્રે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં ભાટીયા સોસાયટીની મુલાકાત લીધી હતી, તે પ્રસંગે ભાટીયા સોસાયટીનાં સરપંચ ટીકુભા જાડેજા, ઉપ સરપંચ સદામભાઈ શેરસીયા, પૂર્વ સરપંચ કાકુબાપા સહિત બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. અને ધારાસભ્ય એ લોક પ્રશ્નો સાંભળી, જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી.



