વાંકાનેર

ચિંતા ન કરશો: ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની તબિયત સારી છે.

વાંકાનેર: ગઈકાલે બપોરના સમયે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ચક્કર આવવાની ફરિયાદ કરતા તેમના નજીકના માણસોએ તાત્કાલિક રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે જીતુભાઈ સોમાણીનું સીનર્જી હોસ્પિટલમાં ચેકઅપ કરાવીને સાંજે વાંકાનેર પરત આવી ગયા હતા અને તેમના રોજિંદા ક્રમ મુજબ રાત્રે રાજવીર હોટલ પાસે માર્કેટ ચોકમાં બેઠા પણ હતા. ભાજપના યુવા અગ્રણી અશ્વિનભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે… ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હાલ બિલકુલ સારી છે, કોઈ ચિંતા કરવા જેવું નથી. તેઓ બુધવારથી ફરી પાછા રામ કોમ્પલેક્ષમાં રાબેતા મુજબ મળશે.

આ સમાચારને શેર કરો