Placeholder canvas

રાજકોટ:11વર્ષની પુત્રી ઉપર નરાધમ સાવકા બાપે દૂષ્કર્મ ગુજાર્યુ…!!

રાજકોટ : રાજકોટમાં ૧૧ વર્ષની આંગળીયાત પુત્રી ઉપર તેના જ નરાધમ પિતાએ દૂષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.

ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે મૂળ ઉત્તર પ્રદેશની વતની છે. હાલ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહી કારખાનામાં મજુરી કરે છે. ૧ર વર્ષ પહેલાં તેના યુપીના જ યુવાન સાથે લગ્ન થયા હતા. સંતાનમાં પુત્રીની પ્રાપ્તી થઈ હતી, જે હાલ ૧૧ વર્ષની છે. પતિને દારૂ પીવાની ટેવ હોવાથી અવાર-નવાર ઝઘડા થતા હતા, જેથી બે વર્ષ પહેલાં બીજા લગ્ન કરી લીધા હતા. હાલમાં તે પુત્રી સાથે બીજા પતિ સાથે રહે છે. ગઈકાલે સવારે તેની પુત્રી સંબંધીના ઘરે રમવા ગઈ હતી તે વખતે તેનો બીજો પતિ ઘરે હતો, જે છેલ્લા આઠેક દિવસથી મજુરી કામે જતો ન હોવાથી ઘરે હતો.

ગઈકાલે બપોરે તે કારખાને હતી ત્યારે તેની પુત્રી ત્યાં આવી હતી. રડતા રડતા તેને કહ્યું કે સવારે તે કાકાના ઘરેથી પોતાના ઘરે કપડા લેવા ગઈ ત્યારે પપ્પા સુતા હતા. કપડા લઈને તે કાકાના ઘરે જતી હતી ત્યારે અચાનક પપ્પાએ તેને રોકી રૂમ બંધ કરી દીધા બાદ દૂષ્કર્મ ગુજારી, અઘટીત કૃત્ય કર્યું હતું. પુત્રીની આ વાત સાંભળી તે ગભરાઈ ગઈ હતી. સંબંધીને વાત કરતા તે કારખાને આવ્યા હતા.

ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ આજી ડેમ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

આ સમાચારને શેર કરો