સૌરાષ્ટ્ર

રાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા સાથે દુષ્કર્મ…

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા અને ફાયરીંગ જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરતી પોલીસની આબરૂના ધજાગરા ઉડે તેવો બનાવ બન્યો છે.શહેરના રૈયા રોડ ઉપર ધોળા દિવસે ચાલતી કારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે.

આ મામલે પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર શખ્સને સકંજામાં લઈ અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. કારમાં સગીરાને ફરવા લઈ જવાના બહાને ત્રણ શખ્સોએ તેને કારમાં બેસાડી હતી અને જેમાં બે શખ્સો નાસ્તો લેવા ગયા બાદ કારમાં અન્ય શખ્સે સગીરાને હવસનો શિકાર બનાવી હતી.

મળતી વિગતો મુજબ, શહેરના ગાંધીગ્રામના એક વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મહિલાએ પોતાની 14 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવા બાબતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે હિમાંશુ મીર અને તેના બે મિત્રોના નામ આપ્યા છે. શહેરના ગાંધીગ્રામના એક વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા તેના ઘર નજીક બગીચામાં પોતાની નાની બહેન સાથે રમવા જતી હોય ત્યારે તેનો પરિચય હિમાંશુ સાથે થયો હતો અને બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. સગીરા સાથે મિત્રતા કેળવી હિમાંશુ ગઈકાલે તારીખ 14ના રોજ બપોરે તેને કારમાં વાતચીત કરવાના બહાને બેસાડી ફરવાલઈ ગયો હતો. હિમાંશુ સાથે કારમાં તેના અન્ય બે મિત્રો પણ બેઠા હતાં.

આ ત્રિપુટીએ સગીરા સાથે કસુક અજુગતુ કરવાના પ્લાનથી તેને કારમાં બેસાડી હોય અને રૈયા રોડ ઉપર આ કાળા કાચ વાળી વરના કાર લઈને આ ત્રિપુટી સગીરાને કારમાં લઈને ફરતી હતી તે દરમિયાન રૈયા રોડ ઉપર આલાપ ગ્રીન સીટી પાસે બન્ને મિત્રોને હિમાંશુએ નાસતો લેવા જવાનું કહી કારમાંથી નીચે ઉતારી દીધા હતાં. ત્યાર બાદ પેટ્રોલ પંપ નજીકના ભાગે કાર લઈ જઈ હિમાંશુએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ગભરાઈ ગયેલી સગીરાએત્યારે કોઈ પ્રતિકાર કર્યો ન હતો બાદમાં આ ત્રિપુટી વરના કારમાં સગીરાને ઘર પાસે મુકી ભાગી ગયા હતાં. ગભરાઈ ગયેલીસગીરાને તેની માતાએ શાંતવના આપીને પુછતા તેને સમગ્ર હકીકત જણાવતા આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં હિમાંશુ મીર અને તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આ મામલે હિમાંશુ મીરને સકંજામાં લઈ જેના અન્ય બે મિત્રની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો