વાંકાનેર: મિલપ્લોટમા વિદેશી દારૂ-બિયર સાથે ત્રણ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનના દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી સાવન ધીરુભાઈ ઝાલા, સૂરજ શામજીભાઈ સોલંકી અને તુલસી પરસોતમભાઈ સોલંકી નામના ત્રણ શખ્સો વિદેશી દારૂની 8 બોટલ તેમજ બિયરના 15 ટીન કિંમત રૂપિયા 13,700 સાથે મળી આવતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો