વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઉંચાઈ ઉપરથી નીચે પટકાઈ પાણી ભરેલા ખાડામા પડી જતા બાધાભાઈ જાદુભાઈ ડેણીયા ઉ.50 રહે.પાડધરા ગામ વાળાનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.