Placeholder canvas

ધ્રાંગધ્રા-માળિયા હાઇવે પર તેલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા પલ્ટી ખાઈ ગયું…

ધ્રાંગધ્રાથી માળિયા તરફ જઈ રહેલા તેલ ભરેલા ટેન્કરમાં રણજીતગઢ ગામના પાટીયા નજીક અચાનક આગ લાગી હતી. જે બાદ ટેન્કર પલ્ટી મારી જતા ભારે અફરા-તફરી મચી હતી. જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રાથી માળિયા હાઇવે ઉપર આવેલા રણજીતગઢ ગામના પાટીયા નજીક ધ્રાંગધ્રા તરફથી માળિયા તરફ જઈ રહેલા પામોલીન તેલ ભરેલા ટેન્કરની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગવાના કારણે ટેન્કર હાઇવે પર જ પલટી ખાઈ ગયું હતું. જેના કારણે થોડીવાર માટે રોડની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવાઈ હતી, તો બીજી તરફ આગ લાગ્યા બાદ ડ્રાઇવર સમય સૂચકતા જોઈ ટેન્કરમાંથી નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. આ બનાવને પગલે પાલિકા તેમજ એલએન્ડટીની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવતા સતત એક કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમાચારને શેર કરો