Breking news:વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીમાં ઢખો…
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં આવેલી સહકારી મંડળીની ચૂંટણી તાજેતરમાં થઈ હતી, જેમાં મળેલી માહિતી મુજબ બંને જૂથના સરખા પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા હતા. આજે સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણી કરવાની હતી એ સમયે ભારે રસાકસી વાળી આ ચૂંટણીમાં ડખો થયો હતો અને એક જૂથના વ્યક્તિએ બીજા જુથ્થની વ્યક્તિ પર હથિયાર સાથે હુમલો કર્યાના સમાચારો વહેતા થયા છે.
ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને તાલુકા પોલીસની જાણ થતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી તેવી માહિતી મળી છે આ બનાવની વધુ માહિતી અમો મેળવી રહ્યા છીએ ટૂંક સમયમાં સંપૂર્ણ વિગત કપ્તાનના વાંચકો સુધી પહોંચાડવામાં આવશે…

