વાંકાનેર: મેસરીયા પી.એચ.સી. ખાતે સગર્ભા મહિલાની પ્રસૂતી કરવી.
વાંકાનેર: ભારે વરસાદ અને અશના વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા ખાતે અદેપર ગામના શ્રધ્ધાબેન ચતુરભાઇ બવળવાને દાખલ કરવામા આવેલ અને તેમની સફળતા પુર્વક નોર્મલ પ્રસુતી તા.૨૯/૦૮/૨૦૨૪ ના રાત્રે ૮:૪૭ કલાકે મેડીકલ ઓફીસર ડો.રિધ્ધી બી. મંગે, આયુષ એમ.ઓ. ડો.ભાવિકા ચંદરણા અને સ્ટાફ નર્સ ઇન્દુબેન આર.ભગત, મુબીના જી. શેરસીયા, દક્ષા બી. મેર દ્રારા ભારે વરસાદ અને અસના વાવાઝોડા ના ખતરા વચ્ચે તમામ સ્ટાફ રાત્રે પણ હાજર રહીને ઉમદા કામગીરી કરી બાળક્નો જન્મ કરાવેલ અને માતા અને બાળક બંન્ને તંદુરત છે.

