મોરબી જિલ્લાનું ગૌરવ: કલામહાકુંભમાં રાજ્યકક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં તૃતિય નંબર મેળવતી મેહવિસ માથકિયા.
ગુજરાત રાજ્યકક્ષા કલામહાકુંભ-૨૦૨૪-૨૫ વકતૃત્વ સ્પર્ધામાં તૃતિય નંબર મેળવીને મેહવિસ ફિરોજભાઇ માથકિયાએ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓઓની કચેરી દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત ગાંધીનગર ખાતે તા.૧૭-૧૮-૧૯-૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય કક્ષાના કલામહાકુંભ-૨૦૨૪-૨૫ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મુળ રાણેકપર ગામની વતની, સરકારી પ્રાથમિક શાળા શ્રી વઘાસીયા પ્રાથમિક શાળા, વઘાસીયા તા.વાંકાનેર ખાતે ધોરણ-૪ માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસ ફિરોઝભાઇએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ તૃતિય નંબર મેળવી મેહવિસએ પોતાના પરિવાર, શાળા,વાંકાનેર તાલુકા તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.મેહવિસના મમ્મી આયશાબાનુ વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે તથા પપ્પા ફિરોઝભાઇ કલેકટર કચેરી, મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.
મોરબી જિલ્લાનું ગૌરવ બનેલી મહેવીસ માથકિયાને કપ્તાન પરિવાર તરફથી ખૂબ ખૂબ મુબારકબાદી સાથે ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ…

