બાળ પ્રતિભા શોધ વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર મઘ્ય ઝોનમાં પ્રથમ સ્થાન મેળવતી મહેવીસ માથકિયા…
વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, વડોદરા સંચાલિત મઘ્ય ઝોન પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ઉર્મિ સ્કૂલ , વડોદરા ખાતે યોજાયેલ હતી
જેમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ધોરણ 5 માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસએ વક્તૃત્વ સ્પર્ધા વિભાગ અ માં સમગ્ર મઘ્ય ઝોનમાં પ્રથમ નંબર મેળવી પોતાના પરિવાર , વઘાસિયા પ્રાથમિક શાળા, વાંકાનેર તાલુકા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે મહેવીસ માથકિયા આગામી રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મઘ્ય ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
મહેવીસના મમ્મી પપ્પા બને સરકારી કર્મચારી છે, તેમના મમ્મી
માથકિયા આયશાબાનુ ફિરોઝભાઈ વઘાસીયા પ્રાથમિક શાળામાં ટીચર છે જયારે મહેવીસના પપ્પા માથાકિયા ફિરોઝભાઈ કલેકટર કચેરી, મોરબીમાં નાયબ મામલતદારની ફર્ઝ બજાવે છે.

