વાંકાનેર

વાંકાનેર:બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વઘાસીયા પ્રાથમિક શાળાની મહેવીસ માથકીયાએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું.

વાંકાનેર:તાલુકાની વઘાસિયાની પ્રાથમિક શાળામાં ધોરણ ૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકિયાએ બાળ પ્રતિભા શોધ સ્પ્રધામાં રાજ્ય કક્ષાએ બીજું સ્થાન મેળવેલ છે.તે ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને રાજ્ય કક્ષાએ પહોંચી હતી .

મહેવીસ પોતાની આગવી વકૃત શૈલીથી સૌને પ્રભાવિત કરે છે અને તેઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ અલગ અલગ વિષય પર વક્તવ્ય આપી ચૂકી છે.

મહેવીસ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની રહેવાસી છે તેમના મમ્મી માથકિયા આયશાબાનુ ફિરોઝભાઈ વઘાસીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને પપ્પા માથાકિયા ફિરોઝ ઉસ્માનભાઈ મોરબી કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.

આ સમાચારને શેર કરો