ધો. 12 કોમર્સ બાદ ધો. 10માં પણ 100% પરિણામ…ધોરણ 10ના પરિણામમાં મદની સ્કુલનો ડંકો….
વાંકાનેર તાલુકામાં સિંધાવદર ગ્રામ્ય પંથકમાં 2003થી ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપતી મદની સ્કૂલ સિંધાવદરનું આજે આવેલ ધોરણ 10નું પરિણામ 100% આવેલ છે. મદની સ્કૂલમાં છેલ્લા આઠ વર્ષમાં ધો.10નું 5મી વાર 100%-પરિણામ આવેલ છે.
વર્ષ2025ની બોર્ડ પરીક્ષામાં મદની સ્કૂલ સિંધાવદરનું ધો. 10 અને ધો.12નું 100% પરીણામ મેળવેલ છે
ધોરણ 10ના પરિણામોમાં 93.58 PR સાથે પ્રથમ ક્રમ શેરસીયા આયરીન, 90.87 PR દ્વિતીય ક્રમ પરાસરા અલમીરાબાનું અને 90.67 PR સાથે તૃતીય ક્રમ શેરસીયા સરફુન્નીશાએ મેળવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર કેન્દ્રના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે….