skip to content

વાંકાનેર: માટેલ પાણીના પ્રવાહમાં તણાયેલા યુવાનની 3 દિવસે લાશ મળી

વાંકાનેર : વાંકાનેરના પ્રસિદ્ધ માટેલ ધરાનાં પાણીના પ્રવાહમાં ત્રણ દિવસ પહેલા એક યુવાન તણાયો હતો. જેમાં એક ગાય ડૂબતી હોવાથી ત્રણ યુવાનો તેને બચાવવા કૂદી પડ્યા હતા. જેમાંથી બે યુવાનોનો જીવ બચી ગયા હતા. પણ એક યુવાન પાણીના પ્રવાહમાં તણાય ગયો હતો. દરમ્યાન આજે આ યુવાનની લાશ મળી આવી છે.

બે-ત્રણ દિવસ પહેલા ભારે વરસાદને પગલે માટેલ ઘરો બે કાંઠે વહ્યો હતો. માટેલ ધરાના ધસમસતા પાણીના પ્રવાહમાં એક ગાય તણાવા લાગી હતી. આથી, ત્રણ યુવાનોએ ગાયને બચાવવા માટે પાણીના પ્રવાહમાં ગયા હતા. પણ પાણીના પ્રવાહનું જોર વધુ હોવાથી આ ત્રણેય યુવાનો તણાવા લાગતા સ્થાનિક લોકોએ બે યુવાનોને બચાવી લીધા હતા. પણ આ ત્રણમાંથી એક યુવાન ભરતભાઇ જાદવભાઈ વિજવાડિયા (ઉ.વ. 35) માટેલ ધરાના પાણીના પ્રવાહમાં તણાય ગયો હતો.

જો કે ગાયનો જીવ પણ બચી શક્યો ન હતો. ત્યારે પાણીના પ્રવાહમાં તણાયેલા યુવાનને બચાવવા માટે સ્થાનિક લોકો અને એનડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન ગત મોડી રાત્રે ધરાથી આગળ આવેલ ખાણમાંથી યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન ખેતીકામ કરતો હતો અને તને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે.તેના માતા પિતા સાથે જ રહેતો હતો. ત્યારે આ યુવાનની લાશ મળી આવતા તેના પરિવારમાં શોકનો માહોલ ફેલાય ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો