Placeholder canvas

વાંકાનેર: માટેલ અમરધામ નજીક રાસ રમતા રમતા થયો ડખો, ને પછી…

વાંકાનેર તાલુકાના અમરધામ નજીક ડીજે ના તાલે રાસ રમતા હતા એ સમયે પગ અડી જતા મોરબીના રાહુલને મોરબીના જ ચિરાગ અને ભોટિયાએ માર મારી છરી ઝીકી દેતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ મોરબી વિશિપરામા રહેતા રાહુલભાઇ રમેશભાઇ બારૈયા ગઈકાલે અમરધામ નજીક ડીજેના તાલે સંગીત ઉપર રમતા હતા ત્યારે બાજુમાં જ રાસ રમતા મોરબી માધાપર ખાતે રહેતા ચિરાગ ગાંધી નામના યુવાનને પગ અડી જતા બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

આ સમયે ચિરાગનું ઉપરાણું લઈ મોરબી રણછોડનગરમાં રહેતો ભોટીયો મોચી ઝઘડામાં વચ્ચે કૂદી પડ્યો હતો અને ચિરાગે રાહુલને પકડી રાખતા ભોટિયાએ રાહુલને ઢીકા પાટુનો માર મારી સાથળમાં છરીના ઘા ઝીકી દેતા ઇજાઓ પહોંચી હતી.

ઘટના અંગે રાહુલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચિરાગ અને ભોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો