Placeholder canvas

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય: અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર તરફથી માસિક રૂપિયા 4000ની સહાય આપવામાં આવશે.

ગુજરાત સરકારની કોર કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે. તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરાશે. ધો.10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા નહીં આપવી પડે.

CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 10નાં વિધાર્થીઓને માસ પ્રમોશન અપાશે. વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. 10977 શાળાના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. અગાઉ ધો.10ની પરીક્ષા સ્થગિત કરાઈ હતી.

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10977 શાળાઓમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા.10મી મે થી 25મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.15મી એપ્રિલે કરેલો છે

હાલમાં સમગ્ર ગુજરાત કોરોના સામે જંગ લડી રહ્યું છે. નોંધનીય છે કે કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણા પરિવારે મોભી ગુમાવ્યા છે. જેના કારણે અનેક બાળકો અનાથ થયા છે. એવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય કોર કમિટિની બેઠકમાં અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર તરફથી માસિક રૂપિયા 4000ની સહાય આપવામાં આવશે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો