વાંકાનેર: સામાન્ય બાબતમાં બે પક્ષો વચ્ચે મારામારી
આંબેડકર નગરમાં ગાળાગાળીના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું; સામસામી ફરિયાદ નોંધાઈ
વાંકાનેર: વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં ગાળો બોલવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં પ્રથમ એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મહાવીરનગરમાં રહેતા જયાબેન મનુભાઈ સોલંકીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આંબેડકર નગરના રહેવાસી આરોપીઓએ ઘર પાસે ગાળો બોલવાની સામાન્ય બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડા દરમિયાન, સામા પક્ષના આરોપીઓએ છૂટા ઈંટના ટુકડાઓ ફેંકીને ફરિયાદી પક્ષના લોકોને ઈજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત, જ્યારે ફરિયાદી જયાબેન સોલંકી સમજાવવા માટે વચ્ચે પડ્યા હતા, ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. જયાબેન મનુભાઈ સોલંકીએ આ મામલે નીચે મુજબના છ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અરવિંદભાઇ રૂપાભાઈ સોલંકી
જીતેશભાઈ અરવિંદભાઈ સોલંકી
અરવિંદભાઈની દીકરી વૈસાલીબેન
અરવિંદભાઈની બીજી દીકરી હેતલબેન
ભવાનભાઈ રૂપાભાઈ સોલંકી
નીલેશભાઈ ભવાનભાઈ સોલંકી
આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે નોંધાયેલી ફરિયાદ બાદ આ વળતી ફરિયાદ આવતા, પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
