વાંકાનેર: આમ આદમી પાર્ટીની “પરિવર્તન સભા”માં અનેક અગ્રણીઓ આપમાં જોડાયા.
વાંકાનેર: આમ આદમી પાર્ટી દ્વારા ગઈ કાલે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે “સદસ્યતા અભિયાન” અંતર્ગત એક ભવ્ય “પરિવર્તન સભા”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અનેક લોકોએ આમ આદમી પાર્ટીમાં સદસ્યતા ગ્રહણ કરી હતી, જે પરિવર્તનની લહેરનો સ્પષ્ટ સંકેત આપે છે.

પ્રદેશ અને જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિ:
આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અને જિલ્લા સ્તરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સભ્યોને સંબોધિત કર્યા અને પાર્ટીના સિદ્ધાંતો સમજાવ્યા:
🔶 ઇસુદાનભાઈ ગઢવી – પ્રદેશ પ્રમુખ
🔶 સાગરભાઈ રબારી – પ્રદેશ મહામંત્રી
🔶 રાજુભાઈ કરપડા – પ્રદેશ કિસાન સેલ પ્રમુખ
🔶 કરશન બાપુ ભાદરકા – સ્ટાર પ્રચારક
🔶 સંજય બાપટ – પ્રદેશ સંગઠન મંત્રી (કચ્છ ઝોન પ્રભારી)
🔶 પંકજભાઈ રાણશેરીયા જીલ્લા પ્રભારી
🔶 પંકજભાઈ આંદ્રોજા – જિલ્લા મહામંત્રી અને વાંકાનેર વિધાનસભા પ્રભારી
🔶 મહાદેવભાઈ પટેલ – જિલ્લા પ્રમુખ, મોરબી
🔶 અલીભાઈ માણસરિયા – તાલુકા પ્રમુખ, વાંકાનેર
🔶 ગનીભાઈ બાદી (પાજ) – તાલુકા મહામંત્રી
🔶 કાનજીભાઈ ગોરીયા – યુવા ઉપપ્રમુખ, મોરબી
🔶 અર્જુનસિંહ વાળા – જિલ્લા ઉપપ્રમુખ, મોરબી
નવા સદસ્યોનું ઉમળકાભેર સ્વાગત:
આ સભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજ સેવકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને નવા અધ્યાયની શરૂઆત કરી હતી. મુખ્યત્વે, કોળી સમાજ અગ્રણી રણછોડભાઈ થુલેટિયા અને તાલુકા પંચાયત સભ્ય (કોંગ્રેસ) વાલજી ચૌહાણ જેવા આગેવાનો પાર્ટીમાં જોડાતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર પણ આપમાં જોડાયા હતા.

આ ઉપરાંત નીચે મુજબના અગ્રણીઓએ પણ સદસ્યતા ગ્રહણ કરી હતી સુરેશભાઈ ગાંગડીયા, પરબતભાઈ હમીરભાઈ મેર, બાબુભાઈ કરમશીભાઈ ગાંગડીયા, વલ્લભભાઈ રામજીભાઈ મેર, ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ ડાભી, સન્નાભાઈ બાવળીયા, સવશીભાઈ ઝાલા, લાલજીભાઈ કાળાભાઈ, જેરામભાઈ વજાભાઈ ઝાલા, રસિકભાઈ ગાંગાણી, દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી, નરશીભાઈ ગાંગડીયા, અર્જનભાઈ ઝાલા (ગ્રામ પંચાયત સદસ્ય), સુખાભાઈ ગાંગાણી, વકીલ ભૂતપભાઈ લુભાણી સહિત સભામાં ઉપસ્થિત 200 થી વધુ વરસતા વરસાદમાં પણ જોડાયા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા મહામંત્રી પંકજભાઈ અદરોજા ,કાનજીભાઈ ગોરીયા, ગનીભાઈ બાદી અને જીલ્લા ઉપ પ્રમુખ અર્જુનસિંહએ જહેમત ઉઠાવી હતી.




