વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં દર્શન કરવાને બહાને બે અજાણ્યા શખ્સોએ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી કરી હતી. જેમાંથી એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલ બુટભવાની માતાજીના મંદિરમાં ગત તા.29ના રોજ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી થઈ જતા માતાજીના ભુવા હેમંતભાઈ ઘુડાભાઈ રંગપરાએ સીસીટીવી ફુટેજમાં ચોરી કરતા દેખાતા આરોપી વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર અને તેની સાથે રહેલા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ રૂ.40 હજારના ચાંદીના છતર ચોરી કરવા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે જયેશ બાબુભાઇ મકવાણા રહે.ખારચિયાને ઝડપી લીધો છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

