Placeholder canvas

વાંકાનેર: મકતાનપરમા 15 બોટલ દારૂ પકડાયો, આરોપી ફરાર

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામમાં પાધેળા તરીકે ઓળખાતી સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી સિંધાભાઈ કરમશીભાઈ અબસણીયા અને રણજિત શંકરભાઇ કોળીની કબજા વાળી જગ્યામાથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 15 બોટલ કિંમત રૂપિયા 5625 મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલા બન્ને શખ્સને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી.

આ સમાચારને શેર કરો