Placeholder canvas

મોરબી: મકનસર પાસે માલવાહક ટ્રેનમાં ભેંસ હડબેઠ આવતા એક વેગન ખડી ગયું !

મોરબી: મકનસર પાસે ગતરાત્રીના ભેંસ સાથે માલવાહક ગાડી અથડાતા એક વેગન ખડી પડયું હતું અને રાત્રીના ખડી પડેલું વેગન હજુ સવાર સુધી ત્યાંથી દૂર થયું ન હોવાથી હાલ ટ્રેન વ્યવહાર બંધ રહ્યો હતો.

બનાવની મળેલ માહિતી મુજબ અમદાવાદથી કોલસો ભરવા માટે એક માલવાહક ટ્રેન રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ મોરબીના મકનસર પાસે આ ટ્રેન સાથે ભેંસ અથડાતા એનું જ ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તો બીજી તરફ આ અકસ્માતથી ટ્રેનના એક વેગન પણ ખડી પડયું હતું

ઘટનાની જાણ થતાં મોરબી, માળીયા, વાંકાનેર રેલવેની ટીમને દોડી આવી સાથે સાથે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર રાત્રિના સમયે જ પહોંચી ગયા હતા અને બંને બાજુએ રહેલા અન્ય વેગનો એન્જિન દ્વારા લઈ જવામાં આવ્યા હતા તો ખડી પડેલા વેગને લગભગ ૧૨ કલાક વીતી ગયો હોવા છતાં ત્યાંથી દૂર ન થયું હોવાથી હાલ ટ્રેન વ્યવહાર બંધ છે તો આ ટ્રેનનું ખડેલું વેગન દૂર થયા બાદ જ ફરી ટ્રેન વ્યવહાર શરૂ થઈ શકશે.

આ સમાચારને શેર કરો