ચોમાસામાં મકાઈ ડોડા ખાવા જ જોઈએ, તેના છે ઘણા બધા લાભ…
મકાઈમાં અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો અને ફેટી એસિડ મળી આવે છે. જે આપણને આખું વર્ષ તંદુરસ્ત રાખી શકે છે.
ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવી ઘણાને પસંદ છે. સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ ડોડો બંનેનો સ્વાદ અદભુત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચોમાસાની સિઝન દરમિયાન મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો અને ફેટી એસિડ મળી આવે છે. જે આપણને આખું વર્ષ તંદુરસ્ત રાખી શકે છે. મકાઈના લોટની રોટલાથી લઈ કોન્ટીનેન્ટલ સલાડ સુધી અનેક પ્રકારે મકાઈને ખોરાકમાં ઉમેરી શકાય છે. ફાયબરથી ભરપૂર આ અનાજ હાર્ટએટેકથી લઈ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તો ચાલો અહીં મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે જાણીએ….
ફાઇબરનું ઊંચું પ્રમાણ
મકાઈમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જે આંતરડા માટે ખૂબ જ જરૂરી છે. મકાઈનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી અને પેટ લાંબા સમયથી ભરાયેલું હોય તેવું લાગે છે. તેમાં રહેલા દ્રવ્ય ફાઇબર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે.

વિટામિનથી ભરપૂર
મકાઈમાં વિટામિન બીનું પ્રમાણ પણ ઊંચું હોય છે. વિટામિન બી વાળ અને હાડકા માટે ખૂબ જરૂરી છે. તે શરીરના ઊર્જાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એનું પણ વધુ પ્રમાણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
એન્ટીઓક્સીડન્ટનું વધુ પ્રમાણ
મકાઈમાં એન્ટીઓક્સિડન્ટના ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કોઈપણ પ્રકારના ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. આ સાથે જ તણાવથી પણ બચાવે છે. તેમાં કેરોટેનોઈડ્સ, લ્યુટીન, અને જેક્સેન્થીન જેવા એન્ટી એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે આંખોને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત ઉંમર વધવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે.
વજન ઘટાડવા મદદરૂપ
મકાઈમાં હાઈ ફાયબર મળી આવે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. પરિણામે શરીરમાં વધુ પડતી કૅલરી જતી નથી. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.

