મોરબી જિલ્લા મહેસૂલી તંત્રમાં મોટો ફેરફાર: 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્કની સાગમટે બદલી
1 ઓક્ટોબર 2026ના રોજ 3 વર્ષ પૂર્ણ કરતા કર્મચારીઓ માટે બદલી કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા મહેસૂલી તંત્રમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મોરબી દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના હસ્તાક્ષરથી બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્ય સરકારની બદલી નીતિ અનુસાર 1 ઓક્ટોબર, 2026ની સ્થિતિએ એક જ જગ્યાએ સતત 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લેવાયેલા નિર્ણય મુજબ જિલ્લાના મહેસૂલી તંત્રમાં ફરજ બજાવતા 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્કની વિવિધ કચેરીઓમાં સાગમટે બદલી કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ બદલીઓનો મુખ્ય હેતુ વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો, કામગીરીમાં પારદર્શિતા જાળવવાનો તેમજ કર્મચારીઓને વિવિધ કચેરીઓમાં અનુભવ મેળવવાની તક પૂરી પાડવાનો છે.
બદલીના આદેશો અમલમાં આવ્યા બાદ સંબંધિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નવા સ્થળે સમયસર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. આ ફેરફારથી મહેસૂલી વિભાગની કામગીરી વધુ સુચારુ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બદલી થયેલા 30 નાયબ મામલતદારોની યાદી…
- એસ.વી. ત્રાંબડીયા: નાયબ મામલતદાર (ચોમાસુ-2026) મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એસ.જે. ઠુમર: નાયબ મામલતદાર (બિનખેતી) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળીયા(મીં.) ખાતે મૂકવામાં આવ્યા.
- જે.પી. પાલીયા: નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર-1, પ્રાંત કચેરી, હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
- એચ.એમ. કુંડારીયા: નાયબ મામલતદાર (મહેસૂલ-2) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (હિસાબી), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- જે.વી. ખાખરીયા: નાયબ મામલતદાર (મ.ભ.ય-વહટ) મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- આર.જી. રતન: નાયબ મામલતદાર (મતદારયાદી) નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
- આર.એલ. ઝાલા: સર્કલ ઓફીસર, વાંકાનેરથી બદલી થઈ સર્કલ ઓફીસર, ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
- જે.આર. ખેર: નાયબ મામલતદાર (મતદારયાદી) 67- વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
- પી.એમ. નાયકપરા: શિરસ્તેદાર, હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (પી.એ. ટુ કલેકટર), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એ.એસ. જાડેજા: નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેરથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- વી.આર. ઝાલરીયા: સર્કલ ઓફીસર, ટંકારાથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- પી.વી. સોરીયા: નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
- ઓ.એન. જાડેજા: નાયબ મામલતદાર (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (બિનખેતી), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- સી.આર. પરમાર: નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એમ.કે. કંઝારીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
- વી.એમ. બાવરવા: નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારાથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- જે.એસ. ઝાલા: નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્યથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એમ.પી. ભાટીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારાથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), 67- વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
- બી.કે. કંઝારીયા: નાયબ મામલતદાર (મ.ભ.ય.-તપસ), હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- જી.આર. બોસીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળીયા(મીં.)થી બદલી થઈ નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
- આર.આર. હુંબલ: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મહેસૂલ-2), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- આર.એસ. ડાંગર: કામગીરી (મતદારયાદી), મોરબી(શહેર)થી બદલી થઈ નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
- ડી.એલ. ડોડીયા: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- જે.સી. પરમાર: નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ સર્કલ ઓફીસર, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
- એન.એ. ગઢવી: નાયબ મામલતદાર (રેકર્ડ કીપર), મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મ.ભ.ય.- તપસ), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
- વી.જે. ચાવડા: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મ.ભ.ય-વહટ), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
- એન.એમ. વઢેર: મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- બી.ડી. પટેલ: નાયબ મામલતદાર (પી.એ.ટુ કલેકટર), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એફ.યુ. માથકીયા: નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
- કે.ડી. બુસા: નાયબ મામલતદાર (મભય-તપસ), મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (ચોમાસુ-2026), મોરબી ગ્રામ્ય (સાથે મહેસૂલનો વધારાનો હવાલો) ખાતે મૂકવામાં આવ્યા.
બદલી પામેલ 6 ક્લાર્કની યાદી
- એચ.જે. સુદાણી: કલાર્ક (જમન), વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (જમન), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
- બી.જે. જાડેજા: કલાર્ક (મેજી.-1) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (ઇન્વર્ડ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- કે.આર. રૂપાપરા: કલાર્ક (ઇન્વર્ડ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (મેજી.-1), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એચ.એમ. ડાંગર: કલાર્ક (જમન), ટંકારાથી બદલી થઈ કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
- એચ.પી. જાડેજા: કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
- એમ.એન. ઝાલા: કલાર્ક (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (જમન), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.


