વાંકાનેર તાલુકા પંચાયતની મહિકા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર… -ફાતુબેન યુનુસભાઈ શેરસીયા

વાંકાનેર તાલુકા પંચાયતની મહિકા સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ બેઠકના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ.

સતત ચોથી વખત મને આ વિસ્તારની સીટ પર વિજેતા બનાવી છે. સીટ બદલતી ગઈ, ગામડા બદલાતા ગયા, વધતા-ઘટતા ગયા પણ આ વિસ્તારના તમામ મતદારો હંમેશા અમારી સાથે રહ્યા છે અને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમો આ મહીકા હાઈવે પંથકના તમામ મતદારો, લોકો, આગેવાનોનો પણ આ સમયે આભાર માનીએ છીએ.

સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ લોકહિતના કામોમાં અમો હંમેશા આ વિસ્તાર અને લોકોની સાથે રહીશું અને અમે લોકોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહીશું તે માટે લડત પણ આપીશું…તેમની ખાતરી આપીએ છીએ.

આ સમાચાર શેર કરો

Follow Us on